કવિતા…..! Poem by Devanshu Patel

કવિતા…..!

સહજ જે સ્ફુરે,
વાચા ઉરે,
એ નિર્મલ ઝરણું કવિતા…..!
બીજ અંકુરે,
ધરતી ઉરે,
એ કોમલ તરણું કવિતા…..!
મન અતિ ઝૂરે,
ઊડવા દૂરે,
એ સોનલ સમણું કવિતા…..!
વન મહીં કૂદે,
ડુંગરા ખૂંદે,
એ ચંચલ હરણું કવિતા…..!
સંધ્યા ટાણે,
આરતી માણે,
એ પાવન રમણું કવિતા…..!
પા પા પગલું,
ભરતું ડગલું,
એ બાળક નમણું કવિતા....!
વહેલી પ્હોરે,
ફૂલડાં મ્હોરે,
એ ફૂલડાં ની ફોરમ કવિતા…..!
ધરતી તરસે,
ઝરમર વરસે,
એ સાવન ની સોડમ કવિતા…..!
અષાઢ ગાજે,
પિયુ દરવાજે,
પિયા-મિલન ની આશા કવિતા…..!
હૈયાં બસ થડકે,
હોઠ ના ફરકે,
એ મૌન ની ભાષા કવિતા…..!

© દેવાંશુ પટેલ
શિકાગો
6/8/2018

કવિતા…..!
Friday, June 8, 2018
Topic(s) of this poem: poetry
COMMENTS OF THE POEM
Aniruddha Pathak 04 February 2019

Poem Hunter, Three times I've entered the feedback which is not recorded. Any problem?

1 0 Reply
Aniruddha Pathak 04 February 2019

હૈયાં બસ થડકે, હોઠ ના ફરકે, એ મૌન ની ભાષા કવિતા…..! Beautifully rendered Gujarati poem on what and where poetry happens.

1 0 Reply
Aniruddha Pathak 04 February 2019

હૈયાં બસ થડકે, હોઠ ના ફરકે, એ મૌન ની ભાષા કવિતા…..! What a beautiful piece on what and where poetry happens.

1 0 Reply
Aniruddha Pathak 04 February 2019

હૈયાં બસ થડકે, હોઠ ના ફરકે, એ મૌન ની ભાષા કવિતા…..! What a beautiful piece on what and where poetry happens.

1 0 Reply
Aniruddha Pathak 04 February 2019

હૈયાં બસ થડકે, હોઠ ના ફરકે, એ મૌન ની ભાષા કવિતા…..! Beautiful piece I must say on what and where poetry is.

1 0 Reply
Devanshu Patel

Devanshu Patel

Kapadwanj, Gujarat (India)
Close
Error Success